--
Thanks & regards,
District Education Officer,
Surendranagar
શ્રીમાન,
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, રાજ્યની સરકારી અને અનુદાનિત ૪૧૮૩ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા પુરી પાડવા માટે મંજૂરી આપવામાં આવેલ છે. જે પૈકી આપના જિલ્લાની શાળાઓની યાદી આ સાથે સામેલ છે. આપના જિલ્લાની સમાવિષ્ટ તમામ શાળાઓના આચાર્યના નામ, મોબાઇલ નં. અને E-Mail IDની વિગત આપના જિલ્લાના નોડલ અધિકારી પાસે ઉપલ્બધ રાખવી અને તેની એક નકલ આ કચેરીને તા.૧પ.૦૩.૨૦૧૯ સુધીમાં MS EXCEL માં Times New Roman fonts માં E-Mail થી મોકલી આપશો.
સદર મંજૂર થયેલ શાળાઓમાં Unlimited Internetની સુવિધા પુરી પાડવા માટે અત્રેની કચેરી માટે GIL દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરી M/s. Bharat Sanchar Nigam Ltd.ના ભાવ માન્ય રાખવામાં આવેલ છે. M/s. Bharat Sanchar Nigam Ltd. ને અત્રેથી યોજનાના અમલિકરણ માટેના આદેશ આપવામાં આવેલ છે.
સદર યોજનાના સમયસર અમલિકરણ, એજન્સીને જરુરી માર્ગદર્શન અને અત્રેની કચેરીને યોજનાના અમલિકરણની પ્રગતિની વિગતો નિયમિત મળતી રહે તે માટે આપની કચેરીના એક શિક્ષણ નિરીક્ષકનો નોડલ અધિકારી તરીકે આદેશ કરી તેની નકલ નીચે જણાવેલ વિગતો સહિત આ કચેરીને તા.૧૧/૦૩/૨૦૧૯ પહેલા બિનચુક પહોંચાડશો. જેથી યોજનાના અમલિકરણ સંબધિત વિગતવાર માહિતી તેઓને પહોંચાડી શકાય.
Name of Officer | Designation | Mobile No. | E-Mail ID |
|
|
|
|
સદર યોજના માટે GIL દ્વારા પ્રસિધ્ધ કરાયેલ ટેન્ડરના Scope of Work (Annexure – B), List of Taluka Locations (Zone wise) to be given priority (Annexure – D) અને Copy of Service Level Agreement આ સાથે સામેલ છે.
વધુમાં જણાવવાનું કે, રાજયની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અમર્યાદિત ઇન્ટરનેટ સેવા પુરી પાડવાની યોજના અને ICT@Schools projectના અમલીકરણ (જે જિલ્લાને લાગુ પડે છે તેઓએ) માટે શકય બને ત્યાં સુધી એક જ શિક્ષણ નિરીક્ષકનો નોડલ અધિકારી તરીકે આદેશ કરવાનું રાખશો.
નોંધ પર માનનિય નિયામકશ્રીની મંજૂરી મુજબ,
STATE EXAMINATION BOARD Government of Gujarat |
Oppo. Govt. Library, |
શ્રીમાન,
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે,વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત યુ-ડાયસ તેમજ શિક્ષકોની ઓનલાઈન હાજરી માટે Teacher Portal માં તમામ જિલ્લાની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો ડેટા અપડેટ કરવાનો થાય છે. આ માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટીચર પોર્ટલ કર્યરત છે. જેમાં શિક્ષકોની માહીતીની એંન્ટ્રી/અપડેટ કરવાની થાય છે. આ પોર્ટલમાં શિક્ષકો નવી ભરતી થયેલ હોય તેવા શિક્ષકોની નવી એન્ટ્રી કરવાની રહેશે અને જે શિક્ષકોની બદલી થયેલ હોય તેવા કિસ્સામાં તેને નવી શાળામાં ટ્રાન્સફર કરવાના રહેશે, નવી એન્ટ્રી કરવી નહી.વધુમાં, જે શિક્ષકો નિવૃત થયા હોય અથવા રાજીનામું આપી નોકરી છોડી અન્યત્ર જતાં રહેલા હોય તેમના નામ રદ્દ કરાવવાના રહેશે.
ઉકત બાબતે શાળાના શિક્ષકો, જે ભણાવતાં હોય તે ધોરણ અને વિષયની વિગતવાર માહિતીની જરૂર હોઇ તાલુકા કક્ષાએ બી.આર.સી ભવન ખાતે (બ્લોક એમ.આઇ.એસ. કો-ઓ. પાસે) સલંગ્ન શાળાના આચાર્યશ્રી / મુખ્ય શિક્ષકશ્રીને રૂબરૂ બોલાવી www.http://ssagujarat.org વેબસાઇટ ઉપર Teacher Portal – http://teachermaster.gunotsav.org/ Link માં શિક્ષકોની ઉકત જણાવેલ વિગતવાર માહિતી Entry/Updation કરાવવા આપની કક્ષાએથી શાળાઓને જરૂરી સુચના આપવા જણાવવામાં આવે છે. આ તમામ કામગીરી તારીખ ૧૫-૦૪-૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
તેમજ આ બાબતે જો કોઇ મદદની જરુર જણાય તો સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા એમ.આઇ.એસ. કો-ઓ. / બ્લોક એમ.આઇ.એસ. કો-ઓ.નો સપર્ક કરવાનો રહેશે.
આ કામગીરીની આપે જાતે દેખરેખ રાખવાની રહેશે તથા કચેરીના સિનિયર શિક્ષણ નિરિક્ષક્ને આ કામગીરીના નોડલ અધિકારી નીમવાના રહેશે.
આ લીંક ચાલુ માસના ૫ગાર ડેટા ફોર્મ માટેની છે.
https://goo.gl/taVxvT
આ લીંક આર.ટી-૦૧ ડેટા ફોર્મ માટેની છે.
https://goo.gl/pV7UAL
આ લીંક આર.ટી.-૦૩ ડેટા ફોર્મ માટેની છે.
https://goo.gl/n7sY1N
આ લીંક આર.ટી.-૦૫ ડેટા ફોર્મ માટેની છે.
https://goo.gl/uhnKv5
આ લીંક આર.ટી.-૧૦ ડેટા ફોર્મ માટેની છે.
https://goo.gl/yr1aw7
આ લીંક આર.ટી.-૧૨ ડેેેેટા ફોર્મ માટેની છે.
https://goo.gl/jbXtGC