આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

સોમવાર, 26 ઑગસ્ટ, 2019

Fwd: સિંગલ-યુઝ પ્લાસ્ટિકને આપણા જીવનમાંથી જાકારો આપીએ



---------- Forwarded message ---------
From: GEER - NGC Gujarat <geer.ngc@gmail.com>
Date: Mon, Aug 26, 2019 at 12:28 PM
Subject: સિંગલ-યુઝ પ્લાસ્ટિકને આપણા જીવનમાંથી જાકારો આપીએ
To:


માત્ર ઈમેલ દ્વારા

પ્રતિ,

આચાર્યશ્રી તથા ઇકો ક્લબ ઇન્ચાર્જશ્રી,

એન.જી.સી. ઇકો ક્લબ ધરાવતી શાળા તથા કોલેજ

તમામ

 

વિષય: સિંગલ-યુઝ પ્લાસ્ટિકને આપણા જીવનમાંથી જાકારો આપીએ

 

'ગીર' ફાઉન્ડેશન તરફથી આપ સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

 

આપ સૌ જાણો જ છો કે કેટલાક સમય પહેલા નૅશનલ ગ્રીન કૉર્પ્સ (એન.જી.સી.) ઇકો ક્લબ ધરાવતી શાળાઓ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને પ્લાસ્ટિક મુક્ત શાળા બને તે અંગે ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનને જાણે વાચા મળી ગઈ છે. ભારતના લાલ કિલ્લા પરથી 73 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કરતા ભારતના વડપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે સારું નથી અને લોકોને સિંગલ-યુઝ પ્લાસ્ટિક સંપૂર્ણપણે નાબૂદ કરવા હાંકલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે ગંભીર ખતરો છે, શું આપણે ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરી શકીશું? આવા વિચારને અમલમાં મૂકવાનો સમય પાકી ગયો છે. આ દિશામાં કાર્ય કરવા માટે એકત્રીત થવું જોઈએ. આથી તમામ એન.જી.સી. ઇકો ક્લબ શાળાને નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવા અનુરોધ કરવામાં આવે છે:

 

       પ્લાસ્ટિક પોલીબૅગ્સ, પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક પ્લેટસ, સ્ટ્રો વગેરે જેવી ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક/સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ એટલે કે ફકત એક જ વખત વપરાતી પ્‍લાસ્ટિક વસ્તુઓનો શાળા પરિવારના કોઈપણ સભ્યો (વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલક મંડળના વ્યક્તિઓ વગેરે તમામ) દ્વારા ઉપયોગ બંધ કરવો. શાળા દ્વારા યોજાતા કોઈપણ પ્રસંગોમાં પણ આવા પ્રકારના પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવો.
       શાળાઓ દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન ચલાવી શાળા પરિસર તેમજ આસપાસના વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવી તેની સ્વચ્છતા જાળવી રાખવી.
       શાળાઓ દ્વારા પ્‍લાસ્ટિક પ્રદૂષણથી થતા નુકશાન અંગે જાગૃતિ અભિયાન ચલાવી સમાજમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થાય તે અંગે પ્રયાસો કરવા.

 

માનનીય વડપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આ શબ્દોને સાર્થક કરવા આપણે સૌ સાથે મળીને એક અભિયાન હાથ ધરીએ અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકને આપણા જીવનમાંથી જાકારો આપીએ. આવો સહુ સાથે મળીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના દૂષણને મહાત કરીએ.

 

- સહિ -

(આર.ડી. કમ્બોજ)

 નકલ સવિનય રવાના:

     અગ્ર સચિવશ્રી, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય તરફ જાણ તેમજ આ અભિયાનને પ્રોત્સાહન આપવા સારૂ

     સચિવશ્રી, પ્રાથમિક અને માધ્યમિક, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય તરફ જાણ તેમજ આ અભિયાનને પ્રોત્સાહન આપવા સારૂ

     નિયામકશ્રી, શાળાઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફ જાણ તેમજ આ અભિયાનને પ્રોત્સાહન આપવા સારૂ

     જિલ્લા કલેક્ટરશ્રી, તમામ તરફ જાણ તેમજ આ અભિયાનને પ્રોત્સાહન આપવા સારૂ

     જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ તરફ જાણ તેમજ આ અભિયાનને પ્રોત્સાહન આપવા સારૂ

     જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ તરફ જાણ તેમજ આ અભિયાનને પ્રોત્સાહન આપવા સારૂ

     જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તરફ જાણ તેમજ આ અભિયાનને પ્રોત્સાહન આપવા સારૂ

     જિલ્લા સંકલનકારશ્રી, તમામ તરફ જાણ તેમજ આ અભિયાનને પ્રોત્સાહન આપવા સારૂ



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો